જામનગર ગુરૂદ્વારા ગુરૂસિંઘ સભા દ્વારા ગુરુદ્વારા પાસે છબીલ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુરુ અર્જનદેવજીના શહિદી દિવસ નિમિત્તે જામનગરમાં ગુરુદ્વારા ગુરુસિંઘ સભા દ્વારા ગુરુ મહારાજને યાદ કરી છબીલનું વિતરણ કરાયું હતું. ગુરુ અર્જુનદેવજીએ ગોલ્ડન ટેમ્પલ હરમંદિર સાહેબનું નિર્માણ કરાવ્યું હતું. ગુરુ અર્જનદેવજી શિખ ધર્મના ગુરુ હતાં. તેમને અનેક યાતના આપી શહિદ કરવામાં આવ્યા હતાં. જેમની યાદમાં ગઇકાલે ભારતભરમાં ગુરુદ્વારામાં છબીલ (મીઠા જળ) વિતરણનું આયોજન કરાયું હતું. છબીલ ડિહાઇડ્રેશન સામે લડવામાં અને શરીરને ઠંડુ બનાવવામાં ઉપયોગી છે. અસંખ્ય વાહન ચાલકોએ છબીલનો લાભ લીધો હતો.