Sunday, October 17, 2021
Homeરાજ્યજામનગરબે દિવસના વિરામ બાદ જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

બે દિવસના વિરામ બાદ જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ઇંધણના ભાવમાં વધારો થઇ રહ્યો હતો પરંતુ બે દિવસ ભાવ યથાવત રહ્યા બાદ આજે ફરી પાછો પેટ્રોલમાં ૦.34 પૈસા અને ડીઝલમાં 0.38 પૈસાનો વધારો થયો છે. જામનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા બાદ આજે પેટ્રોલના ભાવ રૂ.101.52 અને ડીઝલના ભાવ રૂ.100.78 છે.

જામનગર સહીત રાજ્યભરમાં આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને   ડીઝલના ભાવમાં  38 પૈસાનો વધારો થયો છે. પરિણામે પેટ્રોલના ભાવ રૂ.101.52 અને ડીઝલના ભાવ રૂ.100.78 ની સપાટી વટાવી ગયા છે. ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલ રૂ. ૧૦૦ને પાર ગયા હતા. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના સૌથી ઊંચા ભાવ અહીં હોય છે.

- Advertisement -

દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ)અને હિંદુસ્તાન પેટ્રાલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ) દ્વારા 24 સપ્ટેમ્બરથી ડીઝલના ભાવ અને 28 સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવ વધારવાનું શરૃ કર્યુ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા અને ડીઝલના ભાવમાં 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular