Tuesday, October 8, 2024
Homeરાજ્યકાલાવડ નજીક એસ.ટી.બસે હડફેટે લેતા બાઈકસવાર પોલીસકર્મચારીનું મોત

કાલાવડ નજીક એસ.ટી.બસે હડફેટે લેતા બાઈકસવાર પોલીસકર્મચારીનું મોત

મંગળવારે રાજકોટથી પરત ફરતા સમયે સરવાણિયા નજીક અકસ્માત: રાજકોટમાં જેલસહાયક તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓર્નર : પોલીસબેડામાં શોકનું મોજું

- Advertisement -

રાજકોટથી કાલાવડ તાલુકાના ફગાસ ગામે પરત ફરતા પોલીસકર્મચારીની બાઈકને કાલાવડ-ધોરાજી રોડ પર આવેલા સરવાણિયા ગામના પાટીયા પાસેની ગોલાઈ નજીક પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે આવતી એસટી બસના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા બાઈકવાર પોલીસકર્મચારીને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં મૃતક પોલીસકર્મચારીને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં રહેતા હરદીપસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ.વ.24) નામના યુવાન રાજકોટની જેલમાં સહાયક તરીકે ફરજ બજાવે છે. મંગળવારે બપોરના સમયે રાજકોટથી તેના ગામ ફગાસ તરફ તેની જીજે-10-ડીએચ-9184 નંબરના બાઈક પર આવતા હતાં તે દરમિયાન કાલાવડ-ધોરાજી માર્ગ પર સરવાણિયા ગામના પાટીયાની ગોલાઈ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જામનગર-કાલાવડ વાયા ડેરી રૂટની જીજે-18-ઝેડ-0254 નંબરની એસટી બસના ચાલકે બાઈક સવાર પોલીસકર્મીને ઠોકર મારી હડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકનું પડીકું વળી ગયું હતું અને બાઈકસવાર પોલીસકર્મીને શરીરે અને માથામાં તથા આંખ ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા પીઆઇ યુ.એસ.વસાવા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પોલીસ કર્મચારીને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. આ અંગે મૃતકના કૌટુંબિક દેવેન્દ્રસિંહ જાડેજાના નિવેદનના આધારે એસટી બસના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular