Friday, September 18, 2026
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં 1.83 કરોડ સંક્રમિત પૈકી 1.50 કરોડ સ્વસ્થ થયા

દેશમાં 1.83 કરોડ સંક્રમિત પૈકી 1.50 કરોડ સ્વસ્થ થયા

24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.70 લાખ લોકો સાજા થયા : દેશમાં રિકવરી રેટ વધ્યો : 112 દિવસમાં પ0 લાખ લોકોએ કોરોનાને હરાવ્યા

દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા દોઢ કરોડને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી 1 કરોડ 50 લાખ 78 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો રેકોર્ડ 2.70 લાખ લોકો સાજા થયા છે. અત્યાર સુધી આ આંકડો એક દિવસમાં સાજા થયેલા દર્દીઓનો સૌથી મોટો આંક છે. આ પહેલાં મંગળવારે 2.62 લાખ લોકો રિકવર થયા હતા. એકંદરે રિકવરી રેટમાં પણ 1.8%નો વધારો થયો છે, જે હવે 82.08% થઈ ગયો છે. ચિંતાની વાત છે કે બુધવારે 3 લાખ 79 હજાર 164 નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે. એક દિવસમાં અત્યાર સુધીમાં નવા દર્દીઓની સંખ્યા આ સૌથી વધુ છે. આ પહેલાં 27 એપ્રિલના રોજ સૌથી વધુ 3.62 લાખ દર્દીઓની ઓળખ કરાઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,645 લોકોનાં મોત થયાં છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. આ પહેલાં મંગળવારે 3,286 લોકોનાં મોત નોંધાયાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular