Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયમાત્ર 6 વર્ષની બાળકીએ પીએમ મોદીને ફરિયાદ કરી, અને તાત્કાલિક લેવાયો આ...

માત્ર 6 વર્ષની બાળકીએ પીએમ મોદીને ફરિયાદ કરી, અને તાત્કાલિક લેવાયો આ નિર્ણય

બાળકીનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

- Advertisement -

હોમવર્કથી પરેશાન એક કાશ્મીરી બાળકી સોશિયલ મીડિયા પર પીએમ મોદીને માસુમ રીતે ફરિયાદ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. માહિરા નામની આ 6વર્ષની બાળકી ઓનલાઈન અભ્યાસના બોજથી એટલી કંટાળી છે કે તેણે પીએમ મોદીને એક ભાવુક અપીલ કરી નાખી. બાળકીની આ અપીલ પર તાબડતોબ એક્શન પણ લેવાયું છે. 

- Advertisement -

બાળકીનો વીડિયો વાયરલ થયા બાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ તાબડતોબ એક્શન લીધુ છે. તેમણે લખ્યું કે ખુબ જ નિર્દોષતાભરી ફરિયાદ, શાળાના બાળકો પર હોમવર્કનો બોજો ઓછો કરવા માટે શાળા શિક્ષણ વિભાગને 48 કલાકની અંદર નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. બાળપણની નિર્દોષતા ભગવાનની ભેટ છે અને તેમના દિવસો જીવંત, આનંદ અને આનંદભર્યા હોવા જોઈએ. 

જમ્મુ કાશ્મીરની 6વર્ષની બાળકી પોતાની સમસ્યાની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે તેમના નામે વીડીયો સંદેશ જાહેર કર્યો છે.જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ શૅર કર્યો છે. વીડિયોમાં 6 વર્ષની બાળકી વડાપ્રધાન મોદીને સંદેશ આપતા કહે છે કે , અસ્સલામુ અલૈકુમ મોદી સાહબ, હું એક બાળકી બોલી રહી છું, હું ઝૂમ ક્લાસની વાત કરી રહી છું. જે 6 વર્ષના બાળકો હોય છે તેમને વધુ કામ કેમ આપો છો. પહેલા મારા અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઇવીએસ અને ત્યારબાદ કોમ્પ્યૂટરના ક્લાસ હોય છે. મારા 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ક્લાસ ચાલે છે. આટલું કામ તો મોટા બાળકોની પાસે હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular