Saturday, October 12, 2024
Homeમનોરંજનટેકનોલોજીનો વિરોધ નથી, બારીકાઇથી સંશોધન થવું જરૂરી: જૂહી

ટેકનોલોજીનો વિરોધ નથી, બારીકાઇથી સંશોધન થવું જરૂરી: જૂહી

પોરબંદરના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂ-અભિનેત્રી દ્વારા વડીઅદાલતમાં અરજી

- Advertisement -

ભારતમાં ફાઇવ જી ટેક્નોલોજીનાં કારણે અનેક પ્રકારની નુકસાની થશે તેવી દહેશત દર્શાવીને જાણીતા ફિલ્મ અભિનેત્રી અને પોરબંદરના ઉદ્યોગપતિ મહેતા પરીવારની પુત્રવધૂ જુહી ચાવલાએ દિલ્હી હાઇ કોર્ટમાં અરજી કરી છે.

બોલીવૂડ અભિનેત્રી જુહી ચાવલા ગત અનેક વર્ષાથી મોબાઇલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશન વિરુદ્ધ નાગરીકોમાં જાગરુક્તા નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતે તેણે કોર્ટમાં પણ ધા નાખેલી છે. જુહીએ હવે ભારતમાં ફાઇવ જી ટેક્નોલોજી લાગુ કરવાના વિરોધમાં દિલ્ડી હાઇ કોર્ટમાં અરજી કરી છે. જુહીચાવલાએ કરેલી અરજીમાં માંગણી કરી છે કે, ફાઇવ જી લાગુ કરવા પૂર્વે તેના સંબંધિત તમામ સંશોધન પર બારીકાઇથી વિચાર કરીને ત્યાર પછી જ ટેક્નોલોજી ભારતમાં લાગુ કરવામાં આવે.જુહી ચાવલાએ પોતાની અરજીમાં ભારતીય દુરસંચાર મંત્રાલયને અપીલ કરી છે કે, આ ટેક્નોલોજી લાગુ કરવાથી સામાન્ય જનતા, જીવાણુ, ઝાડપાન અને પર્યાવરણ પ2 થનારાં પરિણામો સંબંધીઅભ્યાસ કરવામાં આવે અને તેના અહેવાલને આધારે તેને ભારતમાંલાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવે. જુહીના જણાવ્યા મુજબ પોતે આધુનિક્તંત્રજ્ઞાન લાગુ કરવાના વિરોધમાં નથી. આથી નિર્માણ થતાં નવાં નવાં ઉત્પાદનથી લાભ મળે છે.

ભારતમાં આ ટેક્નોલોજી લાગુકરવા પૂર્વે આરએફ રેડિયેશનથી મહિલા, પુરુષ, વૃદ્ધો, બાળકો, જનાવરો, જીવજંતુ, પર્યાવરણ પર થનાર પરીણામોનો અભ્યાસ કરવામાં આવે અને આ અહેવાલજાહેર કરવામાં આવે. આ ટેક્નોલોજી ભારતના નાગરીકોઅને આવનારી પેઢી માટે સુરક્ષિતછે કે નહીં એનું સંશોધન કરવામાં આવે ત્યાર પછી જ તેનો અમલ કરવામાં આવે એવી દલીલ જુહીના એક પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular