Wednesday, June 17, 2026
Homeરાજ્યજામનગરમાનસિક બિમારીથી કંટાળી નેપાળી મહિલાની આત્મહત્યાથી અરેરાટી

માનસિક બિમારીથી કંટાળી નેપાળી મહિલાની આત્મહત્યાથી અરેરાટી

મયૂર વાટિકા પાસે ઝૂંપડામાં જિંદગી ટૂંકાવી : દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઇ આયખું ટૂંકાવ્યું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર શહેરના મયૂર વાટિકા વિસ્તારમાં આવેલા ઝુંપડામાં માનસિક બિમારીથી કંટાળી નેપાળી મહિલાએ દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ નેપાળના મિલ્લિક ગામ પાલિકા વોર્ડ નંબર પાંચનો વતની અને હાલ જામનગર શહેરમાં રવિ પાર્કની બાજુમાં આવેલી મયુરવાટિકા પાસે ઝુંપડામાં રહેતા અને ચોકીદારી કરતા તેજસ ઢાપા નામના નેપાળી યુવાનની પત્ની શારદાબેન તેજસ ઢાપા (ઉ.વ.35) નામની મહિલાને બે-ત્રણ મહિનાથી માનસિક બિમારી થઇ હતી. આ બિમારીથી કંટાળીને મંગળવારે બપોરના સમયે તેના ઝુંપડામાં લાકડાંના હાથામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ વી. એચ. ચાવડા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular