Thursday, July 30, 2026
Homeરાજ્યજામનગરબૂટલેગરની ‘પાસા’ હેઠળ ધરપકડ કરી વડોદરા જેલહવાલે

બૂટલેગરની ‘પાસા’ હેઠળ ધરપકડ કરી વડોદરા જેલહવાલે

જામનગરના બૂટલેગર વિરૂદ્ધ પાસાનું જિલ્લા પોલીસવડાએ શસ્ત્ર ઉગામતા શખ્સની ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહ કરવા નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા સૂચના અપાઇ હતી. જેને લઇ પીઆઇ વી. બી. ચૌધરી દ્વારા જામનગરના રણજિતસાગર રોડ, પંચવટી સોસાયટી, શેરી નંબર બેમાં રહેતાં અને પ્રોહિબિશનના ત્રણ જેટલા કેસ નોંધાયેલા શખ્સ દીપક જમનાદાસ જેઠવાણી વિરૂદ્ધ ‘પાસા’ની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ પી. બી. પંડયાને મોકલતા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને શખ્સ વિરૂદ્ધ ‘પાસા’ વોરન્ટ ઇસ્યૂ કરાયું હતું.

‘પાસા’ વોરન્ટના આધારે એલસીબી પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હિરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર અને સુરેશભાઇ માલકિયા તથા સ્ટાફએ દીપક જમનાદાસ જેઠવાણીને ઝડપી લઇ મધ્યસ્થ જેલ-વડોદરા મોકી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular