Thursday, July 30, 2026
Homeરાજ્યગુજરાતગિરનારની સીડીઓ પર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ : વન વિભાગે સુરક્ષિત રીતે...

ગિરનારની સીડીઓ પર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ : વન વિભાગે સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના કર્યા

તાજેતરમાં ગિરનારની સીડી પર એક માસૂમ બાળક પર વન્યજીવ દ્વારા હુમલો થવાની દુઃખદ ઘટના સામે આવી હતી, જેના કારણે યાત્રાળુઓ અને સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પર અવારનવાર વન્યપ્રાણીઓ આમને-સામને આવી જવાની ઘટનાઓને પગલે પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા હતા.

- Advertisement -

​આ ઘટના બાદ વન વિભાગ અને તંત્ર સંપૂર્ણપણે હરકતમાં આવ્યું છે. દરમિયાન, ગિરનારની સીડીઓ પર ફરી એકવાર એશિયાટિક સિંહોની અવરજવર નોંધાતાં તંત્રની સતર્કતા સામે આવી છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ) અર્જુન મોઢવાડિયા દ્વારા સોશિયલ મીડિયા (X) પર શેર કરવામાં આવેલી માહિતીમાં જણાવ્યું કે, વન્યજીવ સંરક્ષણ અને જનસુરક્ષા બંને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


ગઈરાત્રે આશરે ૩:૦૦ વાગ્યે ગિરનાર નવી સીડીના અંદાજે ૫૦મા પગથિયાં નજીક ૩ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી.ઘટનાની જાણ થતાં જ જુનાગઢ વન વિભાગની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા સિંહોની હલચલ પર સતત નજર રાખીને એ વાત સુનિશ્ચિત કરવામાં આવી હતી કે સિંહોને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય અને ગિરનાર આવતા યાત્રાળુઓની સુરક્ષા પણ જળવાઈ રહે. વન વિભાગની સતર્કતા, તાલીમબદ્ધ કામગીરી અને ઝડપી પ્રતિસાદના પરિણામે ત્રણેય નર સિંહોને ગિરનારની સીડીનો વિસ્તાર સુરક્ષિત રીતે પાર કરાવીને તેમના કુદરતી આવાસ તરફ રવાના કરવામાં આવ્યા હતા.અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે “વન વિભાગ વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ગીર અને ગિરનારનો સમૃદ્ધ જૈવ વૈવિધ્ય આપણું ગૌરવ છે, અને તેનું સંરક્ષણ એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.”

- Advertisement -

ગિરનાર આવતા તમામ યાત્રાળુઓ માટે ખાસ વિનંતી & માર્ગદર્શિકા

વન વિભાગ અને તંત્ર દ્વારા ગિરનારની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે:
ગભરાશો નહીં: વન્યપ્રાણી દેખાય તો ગભરાવાની જરૂર નથી. તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે ઉશ્કેરણી કરશો નહીં.
તંત્રને જાણ કરો: સિંહ અથવા અન્ય વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરો અને તેમની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.
સમયનું ધ્યાન રાખો: વહેલી સવારે તથા મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી યાત્રા કરવાનું ટાળો.
એંઠવાડ/ખાદ્યપદાર્થો ન ફેંકો: ગિરનારની સીડી પર ખાદ્યપદાર્થો કે પ્રસાદ ન ફેંકો. તેનાથી શાકાહારી પ્રાણીઓ આકર્ષાય છે, જેના પરિણામે માંસાહારી વન્યપ્રાણીઓ પણ તે વિસ્તારમાં આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular