ધ્રોલ ગામના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવકની આઠ માસ પહેલાં સગાઇ તૂટી ગઇ હોવાથી પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતાં જોડિયા તાલુકાના કેશિયા ગામના વાડી વિસ્તારમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ ધ્રોલ ગામના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ કિશનભાઇ વઘેરા (ઉ.વ.22) નામના યુવકની સગાઇ આઠ માસ પહેલાં કોઇ કારણસર તૂટી ગઇ હતી. આ સગાઇ તૂટી ગયા બાદ યુવકના પિતા કિશનભાઇ દ્વારા પુત્ર સાહિલને ઠપકો આપવામાં આવ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતાં મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં જોડિયા તાલુકાના કેશિયા ગામના વાડી વિસ્તારમાં આવેલા 66 કેવી સબ સ્ટેશન પાસે સાહિલે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મહેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. બી. બી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.


