Wednesday, June 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - VIDEO

જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી – VIDEO

આસી. કમિશ્નરને ઇમેલ મળતા દોડધામ : એલસીબી, એસઓજી, બોમ્બ સ્કવોડ સહિતનો સુરક્ષા એજન્સીનો કાફલો ઘટના સ્થળે : કચેરીનું બિલ્ડીંગ ખાલી કરાવી સઘન તપાસ

જામનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેલથી જામનગર મહાનગરપાલિકા કચેરીમાં અફરા તફરી મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર એલસીબી, એસઓજી, બોમ્બ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને જામનગર મહાનગરપાલિકા કચેરી ખાલી કરાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં આજે ચોકાવનારી ઘટના સામે આવી હતી. જામનગર મહાનગરપાલિકાના આસી. કમિશ્નરને જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકયો હોવાનો અને કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇમેલ મળતા જ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઇ સુરક્ષા એજન્સીથી સર્તક થઇ હતી. જામનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેલની જાણ થતાં જ જામનગર એલસીબી, એસઓજી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને જામનગર મહાનગરપાલિકા કચેરીને કોર્ડન કરી લેવામાં આવી હતી. તાબડતોબ સંપુર્ણ કચેરી ખાલી કરી લેવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે તુરંત મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકોની અવર જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

પોલીસ કાફલા દ્વારા જામનગર મહાનગરપાલિકા કચેરીમાં રહેલ કર્મચારીઓને મુલાકાતીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. અને સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક વિભાગમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોડ દ્વારા આધુનિક સાધનોની મદદથી જામનગર મહાનગરપાલિકા કચેરીના દરેક માળ, ઓફીસો, પાર્કીગ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોની અવર જવર બંધ કરી કોઇપણ શંકાસ્પદ વસ્તુ ઉપર ચાપતી નજર ગોઠવાઇ હતી. જામનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઇમેલને પગલે કચેરી તથા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે તંત્ર દ્વારા તાત્કાલીક ચાપતો બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ આ ઇમેલ કયાંથી આવ્યો તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular