Thursday, July 30, 2026
Homeરાજ્યહાલારનવરાત્રિના આયોજક વિરૂદ્ધ વધુ એક વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ

નવરાત્રિના આયોજક વિરૂદ્ધ વધુ એક વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ

દેવભૂમિ દ્વારકાના વતની અને રાજકોટમાં રહેતાં ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલક યુવાન સાથે કાર્યક્રમના આયોજનના રૂપિયા 8,68,000 નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યાની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામના વતની અને હાલ રાજકોટમાં મુંજકા ગામમાં નવા રીંગ રોડ પર રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરતો હિતેશભાઇ વેજાણંદભાઇ કંડોરિયા (ઉ.વ. 26) નામના યુવાને જામનગરમાં આશીર્વાદ કલબમાં વર્ષ 2023ના સમય દરમિયાન સંજય ચેતરિયા દ્વારા આયોજિત ‘આદ્યાશક્તિ નવરાત્રિ’ ઇવેન્ટમાં હિતેશભાઇ દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ અને જમવાની વ્યવસ્થાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ કાર્યક્રમ પેટે રૂા. 8,68,000ની બાકી રહેતી રકમ માટે હિતેશ દ્વારા અવારનવાર ઉઘરાણી કરવા છતાં સંજયે રૂપિયા નહીં ચૂકવી પૈસાની માંગણી કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ એલ. બી. જાડેજા તથા સ્ટાફે સંજય ચેતરિયા વિરૂદ્ધ વધુ એક ગુનો તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular