Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા મોબાઇલ ટેકસ કલેકશન વેનનો પ્રારંભ થશે

જામ્યુકો દ્વારા મોબાઇલ ટેકસ કલેકશન વેનનો પ્રારંભ થશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલ્કત વેરો/વોટરચાર્જ માટે તા.29 એપ્રિલથી તા.31 મે સુધી મોબાઇલ ટેકસ કલેકશન વેનનો પ્રારંભ કરવામાં આવશે. જે શહેરના વિવિધ સ્થળોએ ઉભી રહેશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 ની રીબેટ યોજના જાહેર થઈ હોય. જે અંતર્ગત શહેરમાં નગરજનોનો મિલકત વેરા / વોટરચાર્જની રકમમાં રિબેટનો લાભ મેળવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઇલ ટેકસ કલેકશન વેન તા.29 એપ્રિલથી તા.31 મે સુધી જાહેર રજાઓ સિવાય વિવિધ સ્થળે ઉભી રહેશે. તેમજ મિલકત વેરા / વોટરચાર્જની રકમ સ્વીકારી તે અંગેની પહોંચ પણ સ્થળ પર જ આપવામાં આવશે. જેમાં સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી તથા બપોરે 2:30 થી 05:30 વાગ્યા સુધી વેન ઉભી રહેશે.

જેમાં તા.29 એપ્રિલના સવારે પટેલ કોલોની ક્રોસ રોડ પાસે અને બપોરે 9 પટેલ કોલોની પાવન ડેરી પાસે તા.30 એપ્રિલના સવારે પટેલ કોલોની 9ના છેડે યાદવ પાન પાસે અને બપોરના પટેલ કોલોની રામેશ્ર્વર ચોક, તા.1 મે ના શરૂ સેકન રોડ આશાપુરા હોટલ અને બપોરના ખોડિયાર કોલોની ક્રિસ્ટલ મોલ, તા.2 ના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે અને બપોરના સત્યમ કોલોની આહિર સમાજ પાસે, તા.3 ના સવારના ગુરૂદત્તાત્રેય મંદિર વિરલ બાગ પાસે અને બપોરના પંચવટી પોસ્ટ ઓફિસ પાસે તા.4 ના સવારના દરબારગઢ પાસે અને બપોરના દિપક ટોકીઝ પાસે, તા.06 ના સવારના ત્રણ દરવાજા પાસે અને બપોરના અંબર ટોકીજ પાસે, તા.07 ના સવારે વાલ્કેશ્વરી આદર્શ હોસ્પિટલ પાસે અને બપોરના ડો. તકવાણીના દવાખાના પાસે વાલ્કેશ્વરી, તા.8 ના સવારે એસ.ટી. ડેપો પાસે અને બપોરના દિ.પ્લોટ પોલીસ ચોકી પાસે, તા.9 ના સવારે ખંભાળિયા ગેઈટ પાસે ખત્રીની વાડીની પાસે અને બપોરના પવનચકકી ભાનુશાળી જ્ઞાતિની વાડી પાસે, તા.10 ના સવારે રણજીતસાગર રોડ પંપ હાઉસ પાસે અને બપોરના ગ્રીન સીટી મેઈન ગેઈટ પાસે, તા.13 ના સવારે લાલપુર બાયપાસ ચોકડી પાસે અને બપોરના સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસે, તા.15 ના સવારે જીઆઈડીસી જકાતનાકા પાસે અને બપોરના નવાનગર સોસાયટી પાણાખાણા પાસે, તા.16 ના સવારે કાલાવડ નાકા બહાર જકાતનાકા પાસે અને બપોરના મહાપ્રભુજીની બેઠક પાસે, તા.17 ના સવારે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે અને બપોરના શાંતિવન જીડી શાહ સ્કુલ પાસે, તા.18 ના સવારે સુભાષ શાકમાર્કેટ સર્કલ પાસે અને બપોરના આદર્શ સ્મશાન પાસે, તા.20 ના સવારના તીનબતિ સર્કલ પાસે અને બપોરના પંચેશ્વરટાવર સર્કલ પાસે, તા.21 ના સવારે 06 પટેલ કોલોની રોડ નં.4 પાસે,અને બપોરના ગાંધીનગર બસ સ્ટોપ પાસે, તા.22 ના સવારે બેડેશ્વર પેટ્રોલ પમ્પ પાસે અને બપોરના એમ.પી. શાહ ઉદ્યોગનગર આવાસ પાસે, તા.23 ના સવારે જોગસ પાર્ક પાસે અને બપોરના સ્વસ્તિક સોસાયટી, સાંસદ પૂનમબેન માડમના બંગલા પાસે, તા.24 ના સવારે મેહુલનગર 80 ફુટ રોડ, દેરાસર પાસે અને બપોરના સત્યમ કોલોની રોઝી પેટ્રોલ પંપ પાસે, તા.27 ના સવારે રડાર રોડ આશાપુરા હોટલ પાસે, અને બપોરના નાઘેડી સબ સ્ટેશન, સૈનિક ભવન પાસે, તા.28 ના સવારે દિ.પ્લોટ હિંગળાજ ચોક પાસે અને બપોરના શંકરટેકરી જીઆઈડીસી ઓફિસ પાસે, તા.29 ના સવારે શંકરટેકરી ઈદ મસ્જિદ પાસે બપોરના એમ.ઈ.એસ. ગેઇટ સેન્ટ્રલ જેલ પાસે, તા.30 ના સવારે ચાંદીબજાર સર્કલ, અને બપોરના ભીમવાસ કેશુભાઇની હોટલ પાસે, તા.31 ના સવારે રણજીતસાગર રોડ મારૂ કંસારાની વાડી અને બપોરના રણજીતસાગર રોડ કિર્તી પાન પાસે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મોબાઇલ એપ / વેબસાઈટ www.mcjamnagar.com પર લોગીન કરી આપનો વેરો ઓનલાઈન ભરો અને બે ટકા વધારાનું (વધુમાં વધુ રૂા.250) વળતર મેળવો. આથી શહેરના કરદાતાઓને તેના લાભ લેવા જામ્યુકો દ્વારા અનુરોધ કરાયો છે

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular