Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરમતદાનના દિવસે મતદાન કરનાર ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવા જામ્યુકોની અપીલ

મતદાનના દિવસે મતદાન કરનાર ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવા જામ્યુકોની અપીલ

- Advertisement -

જામનગર શહેરમાં મતદાનના દિવસે મતદાન કરનાર ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ આપવા અને શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તા.07 મે ના રોજ સમગ્ર રાજ્યમાં ચૂંટણી યોજનાર છે. મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના અનુસાર શહેરમાં આવેલ તમામ દુકાનો, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, મેડીકલ સ્ટોર્સ, થીએટર, કોફીશોપ, રીફ્રેશમેન્ટ સેન્ટર વગેરેમાં જો કોઇ પણ મતદાનના દિવસે મતદાર પોતે મતદાન કરેલ છે તેના પુરાવા રૂપે આંગળી ઉપર કરેલ અવિલોપ્ય સાહીની નિશાની બતાવે ત્યારે તે મતદારને જે કોઇપણ ચીજવસ્તુની ખરીદી કરે ત્યારે ખરીદેલ વસ્તુની કિંમતમાં કુલ સાત ટકા ની છૂટ આપવા અને દુકાન / સંસ્થામાં કામ કરતા શ્રમયોગીને મતદાન માટે રજા આપવા અંગે જામનગર મહાનગરપાલિકાની શોપ શાખા તથા જામ્યુકો આસી. કમિશનર દ્વારા અનુરોધ કરાયો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular