જામનગરના રણજિતસાગર રોડ ઉપર રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ મૂળ નેપાળના કાઠમંડુના ઢકારી ગામની અને હાલ જામનગરના રણજિતસાગર રોડ કુબેર પાર્ક-3, જામનગરમાં રહેતી ઉર્મિલાબેન સુરેશભાઇ થાપા (ઉ.વ.19) નામની પરિણીતાએ તા. 18ના રાત્રિના સમયે અગમ્ય કારણોસર મકાનમાં રૂમમાં બાલ્કનીના પાઇપના લોખંડન એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેતાં હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ સુરેશભાઇએ જાણ કરતાં પીએસઆઇ એમ. એન. રાઠોડ તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


