જામનગરના સરદારનગરમાં રહેતાં યુવાનને કેન્સરની બિમારી હોય સારૂ ન રહેતાં જી. જી. હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સરદારનગર, સમર્પણ પાર્કની બાજુમાં રહેતાં હિતેષભાઇ ઉકાભાઇ અજુડિયા (ઉ.વ.35) નામના યુવાનને મોઢાના ભાગે કેન્સરની બિમારી હોય અને સારૂ ન રહેતા તા. 16ના સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તા. 19ના તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મુકેશ રવજીભાઇ અજુડિયાએ જાણ કરતા સિટી ‘સી’ના એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


