Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરલાલપુરમાં યુવાન અને તેના ભાઇ પર 6 શખ્સોનો હુમલો

લાલપુરમાં યુવાન અને તેના ભાઇ પર 6 શખ્સોનો હુમલો

ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી : ફરિયાદીના પત્નીને મેસેજ કરવાની ના પાડતા અગાઉ ઝઘડો થયો હતો

લાલપુરમાં અગાઉ એક શખ્સને મેસેજ કરવાની પરિણીતાના પતિએ ના પાડયા બાદ થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યાની 6 શખ્સો વિરૂદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુરના મચ્છુનગરમાં રહેતા નીતિનકુમાર રાણાભાઇ બૈડિયાવદરા નામનો યુવાન તથા તેમના ભાઇ લાલપુરના સામાકાંઠે પાનની દુકાન પાસે હતા ત્યારે 6 શખ્સો સ્કોર્પિયો તથા બાઇકમાં ઘસી આવ્યા હતા અને નીતિનભાઇ ઉપર હુમલો કર્યો હતો. આ ઉપરાંત વચ્ચે પડનાર તેમના ભાઇ દેવશીભાઇને પણ પાઇપ વડે માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે વેજાણંદ ઉર્ફે પીરો વશરા, ગોવિંદ મૂળુ વશરા, દેવાયત રાવલિયા, હેમત વશરા, રાજુ વશરા અને ચંદુ રાવલિયા સહિત છ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી દેવાયત સાથે ત્રણેક વર્ષ પૂર્વે ફરિયાદીના પત્નીને મેસેજ કરતો હોય તેને મેસેજ કરવાની ફરિયાદીએ ના પાડતાં ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular