Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક ક્રેટા કારમાંથી ઈંગ્લીશ તથા દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જામનગર નજીક ક્રેટા કારમાંથી ઈંગ્લીશ તથા દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

એલસીબી દ્વારા બાતમીના આધારે ઠેબા ચોકડી પાસેથી દબોચ્યો : 120 બોટલ ઇંગ્લીશ દારૂ અને 650 લીટર દેશી દારૂ કબ્જે : પાંચ હજારનો મોબાઇલ તથા આઠ લાખની કાર સહિત 10.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરતું એલીસીબી : બે સપ્લાયર અને 1 મંગાવનાર સહિત ત્રણ શખ્સોના નામ ખૂૂલ્યા

જામનગર શહેરમાં ઠેબા ચોકડી નજીકથી પસાર થતી ક્રેટા કારને એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા તેમાંથી 120 બોટલ દારૂ સહિતનો રૂા.1.30 લાખની કિંમતનો દેશી દારૂનો જથ્થો અને કાર સાથે રાણપરના શખ્સને દબોચી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ઠેબા ચોકડી પાસેથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની સુમિતભાઈ શિયાર, ક્રિપાલસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, ઈન્ચાર્જ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, હેકો હાર્દિકભાઈ ભટ્ટ, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ધમેન્દ્રભાઈ પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો જીજે-18-બીએફ-0451 નંબરની ક્રેટા કાર પસાર થતા કારને આંતરીને તલાસી લીધી હતી.

એલસીબીની દ્વારા તલાસી લેતા કારમાંથી રૂા.85,800 ની કિંમતની 120 બોટલ ઈંગ્લીશ દારૂ તેમજ 650 લીટર દેશી દારૂ મળી આવતા કુલ રૂા.1,30,000 ની કિંમતનો ઈંગ્લીશ તથા દેશી દારૂનો જથ્થો અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.8 લાખની કિંમતની ક્રેટા કાર સહિત કુલ રૂા.10,20,800ના મુદ્દામાલ સાથે એેલસીબીએ ભાણવડ તાલુકાના રાણપર ગામના રાજુ કરશન કોડિયાતર નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાણપરના કાના જશા કોડિયાતર તથા સુદા બાધા કોડિયાતર દ્વારા મોકલવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો જામનગર સુભાષપાર્ક શેરી નંબર-3 માં રહેતાં સુરેશ ઉર્ફે સુરીયો વિજય કોળી નામના શખ્સ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular