જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા પોલીસે 34 બોટલ દારૂ અને 20 નંગ બીયરના ટીન સહિતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા ભાવેશ ભરત સરવૈયા (રહે. દડિયા) નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરી લીધો હતો. તેની તલાસી લેતા ભાવેશના કબ્જામાંથી રૂા.13600 ની કિંમતની 34 બોટલ ઈંગ્લીશ દારૂ અને 2500 ની કિંમતના 20 નંગ બીયરના ટીન તથા રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.21,100 ના મુદ્ામાલ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા દારૂ-બીયરનો જથ્થો ગોવાના મડગાવમાં રહેતાં સંજુ ગબ્બર નામના શખ્સે સપ્લાય કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.