જામનગર શહેરના બેડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.2,21,000 ના મુદદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

દરોડાની વિગત મુજબ,જામનગર શહેરના બેડીમાં આવેલા ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.એમ.લગારીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન અમદ વલ્લીમામદ ગજણ, બસીર હુશેન ગજણ, નીજામ ઉર્ફે બોડો રસીદ ચંગદા, નવાઝ કાસમ સુંભાણિયા અને નાઝીર રજાક માણેક નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.96000 રોકડા તથા ગંજીપના અને 25000 નીકિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન તથા એક લાખની કિંમતના બે બાઇક સહિત કુલ રૂા.2,21,000 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.