જામજોધપુર નજીક માર્કેટીંગ યાર્ડની સામેના વિસ્તારમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવકે તેની પ્રેમિકા છોડીને જતી રહેતા મનમાં લાગી આવતા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના વતની નિતેશ કરશનભાઈ મકવાણા (ઉ.વ.24) નામના મજૂરી કામ કરતા યુવકે ગુરૂવારે સાંજના સમયે જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ સામે આવેલા વાડી વિસ્તારમાં આવેલા લીમડાના ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની મૃતકના પિતા કરશનભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.કે. કંડોરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરતા મૃતકની પ્રેમિકા છોડીને જતી રહેતા આ બાબતનું મનમાં લાગી આવતા યુવકે આત્મહત્યા કરી હોવાનું મૃતકના પિતા દ્વારા પોલીસમાં જાહેર કરાયું હતું. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.