લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં જાહેરમાં નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન બે મહિલા સહિત આઠ શખ્સોને રૂા. 1,70,700ના મુદામાલ અને ગંજીપતા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં જાહેરમાં નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ ગંભીરસિંહ કરણસિંહ જાડેજા, બશીર અબ્બાસ ભગાડ, આબિદ ઇકબાલ બારોયા, અમુલ વસંત પંચમતિયા, મામદ આદમ ગજણ, ઇકબાલ સિદિક બારોયા અને બે મહિલા સહિતના આઠ શખ્સોને રૂપિયા 53,700ની રોકડ રકમ, 17 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ, એક લાખની કિંમતના બે બાઇક મળી કુલ રૂપિયા 1,70,700ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.