Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જોવા મળતો ઉત્સાહભર્યો મહોલ

ખંભાળિયામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જોવા મળતો ઉત્સાહભર્યો મહોલ

શહેરની મધ્યમાં સાંસદ પૂનમબેન માડમનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિ

- Advertisement -

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખંભાળિયા શહેરમાં ગઈકાલથી જાણે ચૂંટણીલક્ષી માહોલ વધુ ઘેરો બન્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. ગઈકાલે સાંજે શહેરની મધ્યમાં સાંસદ પૂનમબેન માડમનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જેને જોતા મતદારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

- Advertisement -

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ કે જેનું સ્થાન સમગ્ર હાલારની જનતાના હૃદયમાં મુઠ્ઠી ઉંચેરૂ છે, તેમને ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત ટિકિટ આપી અને ઉમેદવાર ઘોષિત કર્યા છે. ત્યારથી જ આ જિલ્લાની જનતામાં વ્યાપક આવકાર સાથે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ પૂનમબેન માડમના લોક સંપર્ક કાર્યક્રમોમાં ગ્રામજનો તેમને આવકાર સાથે હોંશભેર જોડાય છે. ત્યારે ગઈકાલે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના હાર્દ સમા જોધપુર વિસ્તારમાં સાંસદ પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ પૂર્વગત સાંજે શહેરમાં એક ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. ગત સાંજે અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમનું અત્રે આગમન થયું હતું. આ રોડ શો ના પ્રારંભે ચાર રસ્તા વિસ્તારમાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તેમણે ફુલહાર કર્યા હતા. ત્યાર બાદ પ્રજાપતિ સમાજ, ચારણ સમાજ, સતવારા સમાજ, મુસ્લિમ સમાજ, અનુસૂચિત સમાજ, વાંઝા જ્ઞાતિ મંડળ, વાલ્મિકી સમાજ, દશા સોરઠીયા વણિક સમાજ, બ્રહ્મ સમાજ, લોહાણા મહાજન ટ્રસ્ટ, ગુર્જર સુથાર સમાજ, સોની સમાજ તથા એસોસિએશન, લુહાર સમાજ, વાણંદ સમાજ, મોચી સમાજ, આહિર સમાજ, કંસારા સમાજ, દશનામ ગોસ્વામી સમાજ તથા રામાનંદી સમાજ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સાંસદ પૂનમબેન માડમને હારતોરા તેમજ ફુલહાર વડે આવકારી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ રોડ શો અહીંના ચાર રસ્તા, નગર ગેઈટ, નવાપરા રોડ, જોધપુર ગેટ, વીગેરે વિસ્તારમાં યોજાયો હતો. જે ચોકમાં પૂર્ણ થઈ અને અહીં સાંસદ પૂનમબેન માડમ, પરિમલભાઈ નથવાણી, મુળુભાઈ બેરા વિગેરેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

અહીં ઉપસ્થિત સૌ કોઈએ સ્વૈચ્છિક રીતે મહત્તમ મતદાન કરવાની તૈયારી દર્શાવી અને પુન: કેસરિયો લહેરાઈ તેવી ખાતરી આપી હતી.

ત્યાર બાદ અત્રે જોધપુર ગેઈટ ચોક ખાતે જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખંભાળિયાના મૂળ વતની તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, અહીંના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રાજપૂત આગેવાન અને જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજા સહિતના આગેવાનો હોદ્દેદારો વેપારીઓ તેમજ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ કાર્યક્રમમાં જાહેર સભા દરમિયાન ખંભાળિયાના મૂળ વતની અને રઘુવંશી સમાજના ગૌરવ સમાન પરિમલભાઈ નથવાણીએ તેમના વક્તવ્યમાં લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ મહત્તમ મતદાન થાય અને સવારથી જ મતદાન બાદ અન્ય કામગીરી કરવામાં આવે તેવી અપીલ કરી હતી. હાલાર પંથકના હજુ વધુ વિકાસ માટે સક્રિય અને યોગ્ય ઉમેદવારને લોકો મત આપે તેવી તેમની અપીલ રહી હતી.

આ પ્રસંગે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ ભવ્ય રોડ શો તથા લોક સંપર્ક સાથે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં સ્વૈચ્છિક રીતે ઉમટેલી જન્મેદની તેમજ લોકોના હોંશથી પરિણામની પ્રતીતિ સાથે સમરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી તારીખ 7 ના રોજ યોજાનાર મતદાન માટે લોકોનો ઉત્સાહ અને થનગનાટ જોતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલાર પંથકને આપેલી સુવિધાઓ તેમજ વિકાસને લોકો અવિરત રીતે આગળ વધે તે રીતે મતદાન કરશે તેમ જણાવી અને હાલારની જનતા મજબૂત ભારતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા તત્પર હોવાનું જણાવ્યું હતું. આ ભવ્ય અને સફળ આયોજન બાદ બદલ તેમણે ઉપસ્થિત સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ગઢવી અગ્રણી ઘેલુભાઈ ગઢવી, સતવારા અગ્રણી હરિભાઈ નકુમ, એભાભાઈ કરમુર, સહિતના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ સમગ્ર આયોજન દરમિયાન આ વિસ્તારના તમામ માર્ગો પર સધન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular