ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા વાડીનાર ગામે જેટીથી 10 કી.મી. દુર દરિયામાં ટગ પાસે રમેશભાઈ સંદાયા મલાયલી (ઉ.વ. 28) નામના યુવાન દરિયામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ નેહલભાઈ જીતેન્દ્ર લાલજી સોલંકી એ સ્થાનિક પોલીસને કરી છે.