Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરવસઈ નજીક ટ્રેલરે બાઈકને ઠોકરે ચડાવતા માતા અને પુત્રીના ઘટનાસ્થળે મોત

વસઈ નજીક ટ્રેલરે બાઈકને ઠોકરે ચડાવતા માતા અને પુત્રીના ઘટનાસ્થળે મોત

બાઈકસવાર યુવાનને ઈજા : સમર્પણથી સીક્કા ઘર તરફ જતાં સમયે અકસ્માત: યુવાનની નજર સમક્ષ પત્ની અને પુત્રીના મૃત્યુ : પોલીસ દ્વારા ટ્રેલરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો યુવાન શુક્રવારે સાંજના સમયે તેની પત્ની અને પુત્રી સાથે સમર્પણ હોસ્પિટલથી ઘરે જતો હતો તે દરમિયાન વસઈ ગામ નજીક પહોંચ્યો ત્યારે પૂરપાટ બેફીકરાઇથી આવી રહેલા ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનની પત્ની અને પુત્રીનું તોતિંગ ટાયરમાં આવી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કાા ગામમાં ખારીવાડી ક્ધયાશાળાની બાજુમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા જુસબભાઈ સુલેમાનભાઈ ભસર (ઉ.વ.42) નામના વાઘેર યુવાન શુક્રવારે સાંજના સમયે જામનગરમાં આવેલી સમર્પણ હોસ્પિટલથી સીક્કા ગામ તરફ તેની જીજે-10-સીએલ-8167 નંબરની બાઈક પર પત્ની અને પુત્રી સાથે જતાં હતાં તે દરમિયાન સાંજના સમયે ખંભાળિયા ધોરીમાર્ગ પર 16 કિમી દૂર વસઇ ગામ નજીક પહોંચ્યા ત્યારે પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ટીવી-1390 નંબરના ટ્રેલર ચાલકે યુવાનની બાઈક સાથે ધડાકા ભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઈકમાં સવાર યુવાનની પત્ની મોમીનાબેન તથા પુત્રી અમિનાબેન બંને ટ્રેલરમાં તોતિંગ વ્હીલ હેઠળ ચગદાઈ જતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ તેમજ બાઈકચાલક જુસબભાઈને ઈજા પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા હેકો જે.જી.રાણા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં અને બંને માતા-પુત્રીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી દીધા હતાં અને ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે ટ્રેલરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular