ભારતના કર ઇતિહાસમાં વિક્રમરૂપ રીતે ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ સંઘ અને રાજ્યો માટે એક સંયુક્ત કર વ્યવસ્થાના સ્વરૂપમાં માલ અને સેવા કર (જીએસટી) અમલમાં આવ્યો હતો. છેલ્લા સાત વર્ષથી આ એકીકૃત કર પદ્ધતિએ દેશના વ્યાપારની સરળતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત કામગીરીમાં નોંધપાત્ર સુધારો લાવ્યો છે.
જામનગર જીલ્લાની જી.એસ.ટી કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ અમલમાં લાવવામાં આવી છે.
તાજેતરમાં નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૨૧-૨૨માં એસેસમેન્ટની કાર્યવાહી અંતર્ગત કરદાતાઓને નોટીસ તથા ઇન્ટીમેશન ઇસ્યુ કરવામાં આવેલ.
દરેક નોટિસમાં કરદાતા પાસેથી મળેલ પ્રત્યુત્તરના અભ્યાસ પછી જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ કરદાતાઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ સમયમર્યાદામાં પ્રત્યુત્તર રજુ કરે.
એમ્નેસ્ટી યોજના અંતર્ગત કુલ ૩૯૧ અરજીઓ આવેલ છે જે પૈકી ૩૦૧ કેસોમાં યોગ્ય આદેશ પસાર કરવામાં આવ્યા.
વસુલાતની કામગીરી અન્વયે ૧ એપ્રિલ ૨૦૨૫થી ૩૦ મે ૨૦૨૫ સુધીમાં વેટ તથા GST કાયદા હેઠળ કુલ ૨૨૦ કેસોમાં રૂ.૨૩ કરોડ જેટલી વસુલાત થયેલ છે.
એપ્રિલ-૨૫ થી જુન-૨૦૨૫ સુધીમાં રાજ્ય સરકારને જામનગર જિલ્લામાંથી કુલ ૮૯૨ કરોડ જેટલી આવક થયેલ છે જે ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળાની સરખામણીમાં ૨૬% જેટલો વધારો સુચવે છે.
સ્ટેટ જીએસટી વિભાગ વ્યાપારીઓ સાથે સંવાદ અને સહયોગના માધ્યમથી કરદાતાઓની રજુઆતનો સમયસર નિકાલ થાય તેવા દ્રઢ નિશ્ચય સાથે કાર્યરત છે. ટેકનોલોજી આધારિત ચકાસણી અને સુસજ્જ વ્યવસ્થાથી રાજ્યની આવકમાં સતત વૃદ્ધિ થઈ રહી છે.
“જીએસટી દિવસ”ની શુભેચ્છાઓ.