Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરસાઇટ ઓફીસમાંથી સામાનની ચોરીના કેસમાં બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

સાઇટ ઓફીસમાંથી સામાનની ચોરીના કેસમાં બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

ચોરીનો સામાન સહિત કુલ રૂા.4.60 લાખનો મુદામાલ કબ્જે કરતી પંચ બી પોલીસ

એપલ ઇન્ડસ્ટ્રીયલ-4માં ચાલતી સાઇટમાંથી એસી યુનીટ સહિતનો સામાન ચોરીના કેસમાં પંચ કોશી બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.4.60 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના મસીતીયાથી કનસુમરા રોડ પર આવેલી એપલ ઇન્ડસ્ટ્રીયલ-4માં ચાલતી સાઇટના ક્ધટેનર ઓફીસમાંથી ગત તા.28ના અજાણ્યા તસ્કરોએ રૂા.30 હજારનું એસી, રૂા.21 હજારની બીરલા વ્હાઇટની સાત ડોલ તથા રૂા.9 હજારનો કેબલ વાયર સહિત કુલ રૂા.60 હજારની કિંમતના સામાનની ચોરી થયાની પંચ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં બે શખ્સો મુદામાલ સાથે મસીતીયા રોડ જેટકો પાસે મસીતીયા વાડી શાળા નજીક ઉભા હોવાની એએસઆઇ શેલેન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. જયદિપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને લાલપુર વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા તથા જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પંચ કોશી બી ડિવિઝનના પીઆઇ વી.જે. રાઠોડ, એએસઆઇ પી.કે. જાડેજા, એસ.એસ. જાડેજા તથા એસ.એચ. જીલરીયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, મેહુલભાઇ કે. વિસાણી, રાજદિપસિંહ જાડેજા તથા પોલાભાઇ ડી. ઓડેદરા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન ઇમરાન ગફાર ખફી તથા હસન બોદુ બુધાણી નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં.

બન્ને શખ્સો ટાટા કંપનીની ટાટા એસીઇ ગોલ્ડ સીએનજી ગાડીમાં ચોરાઉ મુદામાલ સાથે મળી આવતા પુછપરછમાં ચોરીની કેફીયત આપી હતી. પોલીસે રૂા.30 હજારની કિંમતનું એસી, રૂા.21 હજારની કિંમતની 7 નંગ બિરલા વ્હાઇટની ડોલ, રૂા.9 હજારની કિંમતનો 300 મીટર ઇલેકટ્રીક પાવર સપ્લાય ખેંચવાનો કાળા કલરનો વાયર તથા રૂા.4 લાખની કિંમતનું જીજે10-ટીએકસ-9571 નંબરનું ટાટા કંપનીનું ટાટા એસીઇ ગોલ્ડ સીએનજી ગાડી સહિત કુલ રૂા.4.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular