જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં લાભ પાચમથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, માર્કેટીંગ યાર્ડ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા, યાર્ડના ડીરેકટર કિશોરસિંહ જાડેજા, જયસુખભાઇ વડાલિયા, વેપારી અગ્રણી પ્રભુદાસભાઈ સુતરિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.