જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકૂભા ) પરિવાર દ્વારા મથુરામાં ભાઈબીજના દિવસે યમુનાજીમાં પવિત્ર સ્નાન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે ચૂંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનો સમગ્ર પરિવાર, જામનગર ડિસ્ટીક બેંકના ચેરમેન પી એસ જાડેજા, રવિરાજ ઇન્ફ્રા. પ્રોજેક્ટ પ્રા. લી. ના અમિતભાઈ ખાખરીયા, રાજપૂત સમાજના અગ્રણી ભીખુભા જાડેજા વગેરે આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતાં.