તા.28/05/2026 ના રાજયભરમાં મુસ્લિમ બિરદારો દ્વારા ‘ઇદ-ઉલ-અઝહા’ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગુજરાત અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય અમદાવાદ ડો.કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન હેઠળ વિશેષ બકરી ઇદ ના અનુલક્ષી જામનગર જીલ્લા તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલ હતો. હાલ, જામનગર જીલ્લા જેલમાં ૫૨૮ બંદીવાનો જેલવાસ ભોગવી રહ્યા છે.
ત્યારે, જામનગરની જીલ્લા જેલમાં ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પર્વ હોય બંદીવાનોને મોલવી મનાનબાપુ દ્વારા નમાઝ પઢાવવામાં આવેલ હતી. નમાઝ અદા કર્યા બાદ બંદીવાનો દ્વારા એક બીજાને ઇદ ની મુબારકબાદી પાઠવેલ હતી. આ પર્વ દરમ્યાન જેલ વિભાગ તરફ થી તમામ કેદીઓને મીઠાઇ પીરસવામાં આવેલ હતી. આ સંપુર્ણ કામગીરી જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ હતી. તેમજ તમામ કેદીઓએ પણ પુરતો સાથ સહયોગ આપેલ હતો. આ સંપુર્ણ કાર્યક્રમ ખુબ જ હર્ષ ઉલ્લાસ થી ઉજવવામાં આવેલ. આ તમામ કાર્યક્રમ જામનગર જીલ્લા જેલ ના અધિક્ષક પી.પી.પટેલ ના અધ્યક્ષતામાં જેલર બી.વી.રાયજાદા ની સુપરવિઝનમાં જેલકર્મીઓ દ્વારા કરવામાં આવેલ હતો. નિષ્ઠાવાન અને પ્રામાણિક એવા જીલ્લા જેલ અધિક્ષક પી.પી.પટેલ દ્વારા તમામ કેદીઓને ઇદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની મુબારકબાદી પાઠવવામાં આવેલ હતી અને વહેલી તકે જેલ મુક્ત થઈ પોતાના પરીવાર સાથે રહે તેવી શુભકામના પણ આપવામાં આવેલ હતી.
View this post on Instagram


