Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગુજસીટોક પ્રકરણમાં વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી

જામનગરના ગુજસીટોક પ્રકરણમાં વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગરમાં ચકચારી ગુજસીટોક પ્રકરણમાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવતા આરોપીઓનો આંક 16 થયો છે. પોલીસે રજુ કરેલ ચાર્જસીટમાં આરોપી તરીકે 16માં શખ્સનો ઉલ્લેખ કરાયો છે. આ શખ્સે જયેશ પટેલની ટોળકીનો સભ્ય બની ખંડણી ઉઘરાવવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે સુત્રોનું માનવામાં આવે તો આ શખ્સ હાલ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

જામનગરમાં જયેશ પટેલના નેટવર્કને ડામવા માટે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન અને ટીમ દ્વારા સ્પેશિયલ ઓપરેશનમાં જયેશ અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી હતી. આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વશરામ આહીર, જીમ્મી આડતિયા, યશપાલ અને જસપાલસિંહ જાડેજા બંધુઓ, પ્રવીણ ચોવટિયા સહિતના 12 શખ્સોની જેતે સમયે ધરપકડ કરી હતી. ત્યારબાદ વકીલ વીએલ માનસતા અને અનીલ ડાંગરિયાની પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસે પાંચ કરોડની રીકવરી પણ કરી લીધી છે. આ ઉપરાંત જયેશ સહિતના આરોપીઓની મિલકતનો સર્વે કરી ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન મહેશ છૈયાની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ શખ્સના સગડ મેળવવાના પ્રયાસ હાથ ધરતા આ શખ્સ હાલ વિદેશમાં હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular