Saturday, April 20, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

દ્વારકા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

દરરોજ યોગ કરી જીવનને તંદુરસ્ત બનાવીએ અને અન્યને પણ યોગ કરવાની પ્રેરણા આપીએ : રાજયકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને સ્વીકારી 21મી જૂનના સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસ યાત્રાધામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1,65,000થી વધુ લોકો યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

- Advertisement -

આ તકે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, આજના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે કે દરેક લોકોને સ્વસ્થ રાખે. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વની સામે યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને સમગ્ર વિશ્વએ સ્વીકારી લીધો અને 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું શરૂ કરાયું. વર્ષો પહેલા ભારત દેશમાં ઋષિમુનિઓ યોગ કરતા હતા.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. શરીર નિરોગી રહે છે. તમામ લોકોએ યોગને જીવનમાં અપનાવવા જોઈએ. આજના આ દિવસે આપણે સંકલ્પ કરીએ કે દરરોજ યોગ કરીશું અને અન્ય લોકોને પણ યોગ કરવા માટે પ્રેરણા આપીશું.

- Advertisement -

આજના આ અવસરે કર્ણાટકના મૈસુર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનએ જીવંત પ્રસારણમાં જણાવ્યું હતું કે, યોગએ માનવમાત્રને નિરોગી જીવનનો વિશ્વાસ અપાવે છે. અત્યારે દુનિયાના લોકો માટે યોગ માત્ર પાર્ટ ઓફ લાઈફ બનીને નથી રહી ગયો. પરંતુ વે ઓફ લાઈફ બની ગયો છે. યોગને અતિરિક્ત કામ તરીકે નથી લેવાનું. યોગને જાણવાનો અને જીવવાનો પણ પ્રયાસ કરવાનો છે. યોગની અનાદિ યાત્રા આગળ પણ આમ જ ચાલતી રહેશે. આજના આ શુભ અવસરે આપ સૌને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

આજના આ દિવસે મુખ્યમંત્રીનું યોગ દિવસનું પણ જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 આઇકોનીક સ્થળો પર પણ યોગ કરવામાં આવ્યા હતા. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર, શિવરાજપુર બીચ અને નાગેશ્વર ખાતે પણ યોગ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાઓ, તાલુકાઓ, શાળાઓ, પીએચસી, હેલ્થ વેલનેસ સેન્ટર, પોલીસ સ્ટેશનો, શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજા, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેય અને ડીવાયએસપી સમીર સારડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ ખેર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગેવાન વી.ડી.મોરી, પ્રતાપ પિંડારિયા, જિતેન્દ્ર કણજારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular