શુભમન ગિલનું શાનદાર શતક, ભારતીય બેટ્સમેનોએ સર્જ્યો ભવ્ય સ્કોર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેમની આ પસંદગી મૅચની શરૂઆતમાં યોગ્ય લાગી કારણ કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા. જોકે, ત્યારબાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું અને 116 રનની ભાગીદારી નોંધાવી.
ગિલે શ્રેયસ અય્યર સાથે પણ 104 રનની ભાગીદારી કરી. વિરાટ કોહલી 52 રન બનાવ્યા, જ્યારે શ્રેયસ અય્યરે 78 રનનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. ભારતે કુલ 356 નો વિશાળ સ્કોર ઉભો કર્યો.
ON A ROLL!
For his excellent knock of 112 runs, @ShubmanGill is adjudged Player of the Match.
Scorecard – https://t.co/S88KfhG7gQ… #INDvENG @IDFCFIRSTBank #TeamIndia pic.twitter.com/u8ahP11nbm
— BCCI (@BCCI) February 12, 2025
ભારતીય બેટ્સમેનોનો વિસ્ફોટ
📌 શુભમન ગિલ – 112 રન (7મું ODI શતક)
📌 શ્રેયસ અય્યર – 78 રન
📌 વિરાટ કોહલી – 52 રન
📌 કે.એલ. રાહુલ – 35 રન
📌 સંજુ સેમસન – 28 રન
📌 અક્ષર પટેલ – 24* રન (આખર સુધી નોટઆઉટ)
ભારતના બેટ્સમેનોને ઇંગ્લેન્ડના બોલરો કોઈ મુશ્કેલી આપી શક્યા નહીં. શુભમન ગિલે માત્ર 50 ઈનિંગ્સમાં પોતાનું 7મું વનડે શતક ફટકાર્યું, અને શ્રેયસ અય્યરે મધ્યક્રમમાં આગવી ઇનિંગ રમી. ભારતનો કુલ સ્કોર 356 રહ્યો.
શુભમન ગિલ: સૌથી ઝડપી 7 ODI શતક પુરા કરનાર ખેલાડી
શુભમન ગિલ આ સિરીઝમાં શાનદાર લયમાં રહ્યા. તેમણે પ્રથમ વનડેમાં 87 અને બીજા વનડેમાં 60 રન બનાવ્યા હતા. ત્રીજા વનડેમાં તેમણે 112 રનની શાનદાર ઈનિંગ રમી અને પોતાના વનડે કરિયરનું 7મું શતક પૂર્ણ કર્યું. મહત્વની વાત એ છે કે, તેઓ માત્ર 50 ઈનિંગ્સમાં 7 સદી ફટકારનારા સૌથી ઝડપી ખેલાડી બની ગયા.
ભારતની દમદાર બોલિંગ, ઇંગ્લેન્ડ 214 રન પર ઓલઆઉટ
ભારતીય બેટ્સમેનોએ પ્રથમ 356 રન બનાવીને મજબૂત પાયો રચ્યો અને ત્યારબાદ ભારતીય બોલરોએ બાકીનું કામ પૂરું કર્યું. ઇંગ્લેન્ડની ટીમ માત્ર 214 રન પર જ ઓલ આઉટ થઇ ગઈ.
ભારત માટે દરેક બોલરે આપ્યું યોગદાન
📌 અર્શદીપ સિંહ – 2 વિકેટ
📌 હર્ષિત રાણા – 2 વિકેટ
📌 અક્ષર પટેલ – 2 વિકેટ
📌 હાર્દિક પંડ્યા – 2 વિકેટ
📌 વોશિંગ્ટન સુન્દર – 1 વિકેટ
📌 કુલદીપ યાદવ – 1 વિકેટ
ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડની એક પણ જોડીએ લાંબી ભાગીદારી બનાવી શકી નહીં. આ જીત સાથે ભારતે શ્રેણી 3-0થી જીતી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મજબૂત સંકેત આપી દીધો.