જામનગર જીલ્લાની કાલાવડ નગર પાલિકામાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સતા પર છે. અને ફરી સતા પર આવવાનો દાવો કર્યો છે. તો સામે કોંગ્રેસ પણ આ વખતે કાલાવડમાં સતા પરીવર્તન થવાનો દાવો કર્યો છે. નગર પાલિકા પર સતા માટે બંન્ને પક્ષો દ્રારા એડીચોડીનુ જોર લગાવવાં આવ્યુ છે. કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મૈદાને ઉતાર્યા છે. ભાજપને એક ઉમેદવાર બીનહરીફ થતા 27 બેઠક પર ચૂંટણી થનાર છે. જે માટે કુલ 67 ઉમેદવારો મૈદાને છે.

જામનગરની કાલાવડ નગર પાલિકામાં હાલ સતા પર ભાજપ છે.ગત ચૂંટણીમાં જેમાં 18 ભાજપના સભ્યો અને 10 કોંગ્રેસના સભ્યો કુલ 28 સભ્યો છે. પરંતુ બાદ એક સભ્યએ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા. અને એક પેટાચૂંટણીમાં ભાજપે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે 18 સીટમાં બે વધતા ભાજપ પાસે 20 અને કોંગ્રેસ પાસે માત્ર 8 સભ્યો રહ્યા.. કાલાવડના સાત વોર્ડમાં 28 બેઠક માટે ચુંટણી જંગ ખેલાશે. આ વખતે ચૂંટણીમાં 28 પૈકી એક બેઠકમાં ભાજપ બિનહરીફ થતા 27 બેઠક પર ચૂંટણી થનાર છે. 27 બેઠક માટે ભાજપના-27, કોંગ્રેસ-27 અને આપના-12 અને 1 અપક્ષ ઉમેદવાર કુલ 67 ઉમેદવારો ચૂંટણી લડશે. કાલાવડ શહેરની કુલ વસ્તી 32 હજાર અને કુલ મતદારો 28314 હજાર છે. કાલાવડ નગર પાલિકા ભાજપનો ગઢ માનવામા આવે છે. સતત 27 વર્ષથી નગર પાલિકામાં ભાજપનુ શાસન છે. ભાજપનો દાવો છે કે 5 વર્ષમાં નગરમાં કરોડોના ખર્ચે વિવિધ વિકાસના કાર્યો છે. જેમાં ટાઉન હોલ,નલ સે જલ યોજના, ભુર્ગભ ગટરની યોજના, રસ્તા, વિવિધ વાહનો સહીતના વિવિધ કામોનો સમાવેશ થાય છે.ફરી લોકો વચ્ચે કરેલા વિકાસના કામને લઈને મતદારો વચ્ચે જશે. અને ફરી નગર પાલિકામાં ભાજપનુ શાસન આવશે.તેવો દાવો કર્યો છે.તો સામે કોંગ્રેસ પણ આ વખતે નગર પાલિકામાં સતા સ્થાપવાનો દાવો કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે. છેલ્લા 27 વર્ષથી પાલિકામાં શાસન હોવા છંતા પાયાની સુવિધા પણ આપવામાં આવતી નથી. પીવાનુ પાણી અનિયમિત અને અશુધ્ધ મળે છે. કામ થયા તેમાં ભષ્ટ્રાચાર થયાના આક્ષેપો કર્યા છે.