Monday, April 21, 2025
Homeરાજ્યભાણવડમાં પેઈડ ટીવી ચેનલને ફ્રી બતાવવા સબબ ગુનો નોંધાયો

ભાણવડમાં પેઈડ ટીવી ચેનલને ફ્રી બતાવવા સબબ ગુનો નોંધાયો

ભાણવડ ખાતે સરકારી હોસ્પિટલ સામે અને પોલીસ ચોકી પાસે એ ટુ ઝેડ સ્ટોર નામની દુકાન ધરાવતા વિરાંગ વૈશ્નાની દ્વારા ફ્રી ટુ એરનું સેટઅપ ખરીદ કરી, સેટઅપ બોક્સની અંદર CC CAMD સોફ્ટવેર નાખી, સોની ટીવીની 29 ચેનલો CC CAMD સોફ્ટવેરથી પ્રસારણ મેળવી, સોની કંપનીના પેઈડ ચેનલોને ફ્રીમાં સેટઅપ બોક્સ વાઇફાઇ સાથે કનેક્શન આપી આર્થિક લાભ મેળવી અને વેચાણ કરવાથી સોની ટીવીની ચેનલો વિનામુલ્યે પ્રસારણમાં આપી અને કંપનીનીને આર્થિક નુકશાની પહોંચાડી હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મીડિયા કંપનીના ચેરમેન અને અંધેરી (ઇસ્ટ)- મુંબઈ ખાતે રહેતા અરુણભાઈ કમલાપ્રસાદ દુબેની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે એ ટુ ઝેડ સ્ટોરના માલિક વિરાંગ વૈશ્નાની તથા સેટઅપ બોક્સના ડીલર અને CC CAMD નામના સોફ્ટવેરના આઈ-ડી પાસવર્ડ આપનાર સહિતના સંડોવાયેલા શખ્સો સામે આઇપીસી કલમ 406, 420, 426 તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular