Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયબંગાળનો લેઇટેસ્ટ ઓપિનિયન પોલ, મમતા લગાવશે જિતની હેટ્રિક

બંગાળનો લેઇટેસ્ટ ઓપિનિયન પોલ, મમતા લગાવશે જિતની હેટ્રિક

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પર આ વખતે આખા દેશની નજર છે. અહીં મમતા બેનર્જી જીતની હેટ્રિક બનાવશે અથવા પછી પહેલીવાર બીજેપી સતામાં આવશે. દરેક જણ આનો જવાબ મેળવવા ઇચ્છે છે. 27 માર્ચના અહીં પહેલા તબકકાનું મતદાન થવા જઇ રહ્યું છે. આ પહેલાં એબીપી-સી વોટરની ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ સર્વે પ્રમાણે, તૃણમુલ કોંગ્રેસને વિધાનસભાની કુલ 294 સીટોમાંથી 152થી 168 સીટો મળી શકે છે.

- Advertisement -

એટલે કે એકવાર ફરી મમતા બેનર્જી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી શકે છે. 104 થી 120 સીટો લઇને બીજેપી બીજા નંબર પર આવી શકે છે. પશ્ચિમ બંગાળમાં કોઇ દળ અથવા ગઠબંધને સરકાર બનાવા માટે 148 સીટોની જરૂર હોય છે. કોંગ્રેસ અને લેફટ ગઠબંધન 18 થી 26 સીટો જીતીને ત્રીજા નંબર પર રહી શકે છે. અન્ય દળોને શૂન્યથી 2 સીટો મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીને 211 સીટો પર જીત મળી હતી.

બીજેપીને માત્ર ત્રણ સીટોથી સંતોષ કરવો પડયો હતો. તો કોંગ્રેસને 44 સીટો અને સીપીએમને 26 સીટો મળી હતી. એબીપી-સી વોટરના સર્વેથી આ વાત પણ સામે નિકળીને આવી છે કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગમાં ઇજાના કારણે સહાનુભૂતિ મળી શકે છે. 42 ટકા લોકોએ કહ્યું કે, મમતા બેનર્જીને ચૂંટણીમાં સહાનુભૂતિ મળશે. તો 31 ટકા લોકોએ કહયું કે, આનાથી સહાનુભૂતિ નહીં મળે. લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે, શું મમતા બેનર્જીને થયેલી ઇજા પાછળ કોઇ ષડયંત હતું અથવા ડ્રામા ? આમાં 41 ટકાએ ષડયંત્ર ગણાવ્યું અને 37 ટકાએ ડ્રામા અને રર ટકા લોકોએ ક્હયું કે, તેઓ કંઇ ના કહી શકે, આ સર્વેમાં બીજેપીને 2016 વિધાનસભા ચૂંટણીની તુલનામાં બમ્પર ફાયદો થતો જોવા મળી રહ્યો છે. પાર્ટીને 104થી 120 સીટો મળી શકે છે. વોટ ટકાવારીની વાત કરીએ તો આ ચૂંટણીમાં ટીએમસીને 42 ટકરા, બીજેપીને 37 ટકા અને કોંગ્રેસ લેફટ ગઠબંધનને 13 ટકા વોટ મળી શકે છે.એબીપી-સી વોટરના સર્વેથી આ વાત પણ સામે નિકળીને આવી છે કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગમાં ઇજાના કારણે સહાનુભૂતિ મળી શકે છે. 42 ટકા લોકોએ કહ્યું કે, મમતા બેનર્જીને ચૂંટણીમાં સહાનુભૂતિ મળશે. તો 31 ટકા લોકોએ કહયું કે, આનાથી સહાનુભૂતિ નહીં મળે. લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે, શું મમતા બેનર્જીને થયેલી ઇજા પાછળ કોઇ ષડયંત હતું અથવા ડ્રામા ? આમાં 41 ટકાએ ષડયંત્ર ગણાવ્યું અને 37 ટકાએ ડ્રામા અને રર ટકા લોકોએ ક્હયું કે, તેઓ કંઇ ના કહી શકે, આ સર્વેમાં બીજેપીને 2016 વિધાનસભા ચૂંટણીની તુલનામાં બમ્પર ફાયદો થતો જોવા મળી રહ્યો છે. પાર્ટીને 104થી 120 સીટો મળી શકે છે. વોટ ટકાવારીની વાત કરીએ તો આ ચૂંટણીમાં ટીએમસીને 42 ટકરા, બીજેપીને 37 ટકા અને કોંગ્રેસ લેફટ ગઠબંધનને 13 ટકા વોટ મળી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular