Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરસતત બીજા દિવસે જામનગર શહેરમાં વિજ કંપનીની ધોંસ

સતત બીજા દિવસે જામનગર શહેરમાં વિજ કંપનીની ધોંસ

47 ટુકડીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરાઇ ચેકિંગ : ગઇકાલની ઝુંબેશમાં 28.32 લાખની વિજચોરી પકડી પાડવામાં આવી

- Advertisement -

જામનગર શહેરમાં સતત બીજા દિવસે વિજ કંપનીની ધોંસ યથાવત્ રહી છે 47 ટુકડીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિજ ચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ગઇકાલે હાથ ધરાયેલી ઝુંબેશમાં 28.32 લાખની વિજચોરી પકડી પાડવામાં આવી હતી.

- Advertisement -

વિજ કંપનીની કુલ 47 ચેકિંગ ટુકડીઓ દ્વારા આજે સતત બીજા દિવસે શહેરના ખંભાળિયા ગેઇટ, નગરસીમ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી જ લોકલ પોલીસના 28 જવાનો, જીવીએનએલ પોલીસના 15 જવાનો અને 13 એકસ આર્મીમેનને સાથે રાખીને સાધના કોલોની રોડ, ગોકુલનગર, દરેડ, કાલાવડનાકા બહારના વિસ્તારોમાં ધોંસ બોલાવવામાં આવી હતી. જેને કારણે વિજચોરોમાં ફફાટ વ્યાપી જવા પામ્યો હતો. માર્ચ એન્ડીંગના કારણે આવકના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અન્ય તંત્રોની જેમ વિજ કંપની દ્વારા પણ વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એકતરફ બાકી બિલની વસુલાત માટે પઠાણી ઉઘરાણીઓ કરવામાં આવી રહી છે. તો બીજીતરફ રહી-સહી કસર પુરી કરવા વિજચોરી ઝડપી લઇ આકારણી બિલ ફટકારવાની પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે. જે અંગર્તત ગઇકાલે હાથ ધરાયેલી ઝુંબેશમાં તંત્ર દ્વારા કુલ 758 વિજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી 127માં વિજ ગેરરીતિ માલુમ પડતાં તેમને કુલ રૂા. 28.32 લાખના આકારણી બિલ ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular