Thursday, June 4, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં કોર્ટના ચૂકાદા બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર

ખંભાળિયામાં કોર્ટના ચૂકાદા બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર

લાખો રૂપિયાની સરકારી જગ્યામાં દબાણ કરાયા નેસ્તોનાબૂદ

ખંભાળિયા શહેરમાં દાયકાઓથી રહેણાંક મકાન સ્વરૂપે રહેલા દબાણ ઉપર નગરપાલિકા તંત્રએ કાનૂની કાર્યવાહી બાદ આ દબાણને દૂર કરવાની કામગીરી કરી હતી.

- Advertisement -

ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં કેટલાક આસામીઓ દ્વારા છેલ્લા આશરે બે દાયકા જેટલા સમયથી અનધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યા હતા. જેમાં રહેણાંક સ્વરૂપે કરાયેલા કેટલાક દબાણો સંદર્ભે નગરપાલિકા તંત્રએ વર્ષ 2010માં આપેલી નોટિસ બાદ જે-તે આસામી દ્વારા કોર્ટનો સહારો લઈ, સ્ટે મેળવ્યો હતો. આ અંગેના કેસની કાર્યવાહી બાદ કોર્ટ દ્વારા આપવામાં આવેલો સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો હતો અને જે-તે આસામીઓની તરફેણમાં કોઈ ચુકાદો આવ્યો ન હતો.

આ પછી નગરપાલિકા દ્વારા તા. 12 ઓગસ્ટ 2025 તથા તા. 16 ફેબ્રુઆરી 2026ની નોટિસ અંગેની કાર્યવાહી કરી અને જે-તે દબાણકર્તાઓને તેમના દબાણો દૂર કરવા નોટિસ પાઠવી હતી. પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરના માર્ગદર્શન હેઠળ બુધવારે સાંજથી મ્યુનિસિપલ ઇજનેર કશ્યપભાઈ આહિર તથા અન્ય સ્ટાફને સાથે રાખીને પોલીસ વિભાગ તથા સીટી સર્વેના કર્મચારીઓની ઉપસ્થિતિમાં જાહેર રોડ પરના આ દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.

- Advertisement -

મોડે સુધી ચાલી ગયેલી આ કામગીરીમાં લાખો રૂપિયાની કિંમતની આશરે 4500 ચોરસ ફૂટ જેટલી જગ્યા પરના રહેણાંક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, અન્ય દબાણકર્તાઓ દ્વારા કરવામાં આવેલા તેમના દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાની લેખિતમાં બાંહેધરી આપવામાં આવતા આ દબાણકર્તાઓએ પોતાના દબાણ હટાવી, પાલિકાની આ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular