ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વન-ડે રેન્કિંગના બેટિંગ ચાર્ટમાં બીજું અને ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ પણ તેનો પાંચમો ક્રમ જાળવી રાખ્યો છે. કોહલી અને શર્માના અનુક્રમે 857 અને 825 પોઇન્ટ છે અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના 865 પોઇન્ટ છે.
બોલિંગમાં બુમરાહ 690 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 737 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. તેના પછીના ક્રમે બાંગ્લાદેશનો મેહદી હસન 725 પોઇન્ટ સાથે બીજા સ્થાને અને અફઘાનિસ્તાનનો મુજીબ ઉર રહેમાન 708 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે કિવી પેસર મેટ હેનરી 691 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ટોચના બેમાં સ્થાન પામનારો બાંગ્લાદેશને મેહંદી હસન તેના દેશનો ત્રીજો બોલર બન્યો છે. તેણે શ્રીલંકા સામેની વર્લ્ડ કપ સુપર લીગ સિરીઝ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. હસન 30માં ચાર અને 28માં ત્રણ વિકેટ ઝડપીને ત્રણ સ્થાને ઉચકાઈ બીજા સ્થાને પહોંચ્યો છે. બાંગ્લાદેશનો ડાબેરી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પણ 34 રનમાં 3 અને 16 રન આપીને 3 વિકેટ ઝડપીને 16મા ક્રમથી આઠ સ્થાન ઉચકાઈને નવમાં ક્રમે પહોંચ્યો છે. બંને વન-ડેમાં રમનાર મુશફિકર રહીમ 84 અને 125 રનનો સ્કોર કરવાના પગલે ચાર સ્થાન ઉચકાઈન 14માં સ્થાને પહોંચ્યો છે. તેનું કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ પાંચમાં ક્રમનું છે, જે તેણે 2018માં હાંસલ કર્યું હતું.