લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતાં યુવાનને દારૂ પીવાની કુટેવ હોય જેથી આ કુટેવ મુકવા માટે પત્ની દ્વારા જણાવતા આ બાબતનું મનમાં લાગી આવતા યુવાને તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતા પ્રવિણભાઈ બચુભાઈ આરખીયા (ઉ.વ.36) નામના યુવાનને કયારેક કયારેક દારૂ પીવાની કુટેવ હતી. જેથી આ કુટેવ મુકી દેવા માટે તેની પત્ની દ્વારા જણાવ્યું હતું. પત્નીએ કહેલી બાબતનું મનમાં લાગી આવતા મંગળવારે બપોરના સમયે યુવાને તેના ઘરે રૂમમાં પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની સંજયભાઈ આરઠીયા દ્વારા જાણ કરાતા હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.