જામનગર પીજીવીસીએલ દ્વારા જોડિયા તાલુકા અને ખંભાળિયા તાલુકામાં 43 ટીમો દ્વારા વીજચેકિંગ કાર્યવાહી અંતર્ગત 90 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા આશરે રૂા.39.70 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.

મળતી વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજ હેઠળ જોડિયા તાલુકાના જોડિયા, ટીંબડી, કુન્નડ, તારાણા અને સામપર તથા ખંભાળિયા તાલુકાના વડત્રા, દાતાણા, હંજરાપર, કેશોદ અને ખંભાળિયામાં પીજીવીસીએલની 43 ટુકડીઓ દ્વારા 29 લોકલ પોલીસ અને 10 એસઆરપી સાથેના બંદોબસ્ત વચ્ચે મંગળવારે કુલ 513 જોડાણો તપાસવામાં આવ્યા હતાં તે પૈકીના 90 જોડાણોમાંથી ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલની ટીમ દ્વારા આશરે 39.70 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલ દ્વારા જામનગર અે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.