Friday, March 21, 2025
Homeરાષ્ટ્રીયમોબાઇલના વ્યસનથી કેવી રીતે બચવું...? પરીક્ષાની તૈયારીને લઇને સદગુરૂ શું કહે છે...

મોબાઇલના વ્યસનથી કેવી રીતે બચવું…? પરીક્ષાની તૈયારીને લઇને સદગુરૂ શું કહે છે જાણો….

સીબીએસઈ બોર્ડની આજથી પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. જ્યારે ગુજરાત બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા હવે શરૂ થશે. ત્યારે પરીક્ષા પે ચર્ચા 2025 ના પાંચમાં એપિસોડમાં વિદ્યાર્થીઓને ‘મનના ચમત્કારો’ પર વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ આધ્યાત્મિતક ગુરૂ સદગુરૂ એ પણ શિક્ષણને રસપ્રદ બનાવવા પોતાના વિચારો શેર કર્યા હતાાં.

- Advertisement -

વિદ્યર્થીઓને પરીક્ષા દરમિયાન માનસિક શાંતિ જાળવવા અને આત્મવિશ્ર્વાસ વધારવા માટે સદગુરૂએ ટિપ્સ આપી છે. તેમણે કહ્યું કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અતિશય તણાવમાં આવે છે. જેની તેના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તેઓ એ કહ્યું કે, શિક્ષણ મત્ર પરીક્ષા પાસ કરવા પુરતુ મર્યાદિત ન હોવું જોઇએ. પરંતુ તે જીવનને યોગ્ય દિશામાં લઇ જવાનું અને તેને ઉંડાણપુર્વક સમજવાનું એક સાધન છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રકૃતિ પાસેથી શિખવાની સલાહ આપી છે.

આ ઉપરાંત આજકાલના માતા-પિતાની કોમન રાવ છે કે છોકરાઓ સતત મોબાઇલ વાપરતા રહે છે અને પરીક્ષા સમયે મોબાઇલથી તેમની એકાગ્રતા જળવાતી નથી. ત્યારે આ અંગે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું છે કે, તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારે નકકી કરવાનું છે નહીં કે આ પ્લેટફોર્મ તમારો ઉપયોગ કરે. કારણ કે જ્યારથી આ ટેકનોલોજી તમને નિયંત્રણ કરતી થઈ જશે સમજો તમારું પતન શરૂ થઈ જશે આ સિવાય તેમણે એક મશીનરીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, જેમ કોઇ મશીન યોગ્ય લુબ્રિકેશન વગર ચલાવવમાં આવે તો તે ઝડપથી બગડી જાય છે. તેવી જ રીતે જો આપણુ મન યોગ્ય દિશામાં કામ ન કરે તો સમસ્યા ઉભી થાય છે. આમ વધુ પડતુ વિચારીને મનને ભટકાવવું નહીં અને ભણવા ખાતર નહીં પરંતુ શિખવા ખાતર ભણવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular