Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરઘોર કળિયુગ...! વહુએ સાસુને ધડાધડ ફડાકા ઝીંકી દીધા...

ઘોર કળિયુગ…! વહુએ સાસુને ધડાધડ ફડાકા ઝીંકી દીધા…

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં પ્રૌઢાને ટીવી ચાલુ કરવાની બાબતે તેની વહુએ જેમ ફાવે તેમ ગાળો કાઢી આડેધડ ફડાકા ઝીંકી પરિવારના સભ્યો ઉપર કેસ કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં યોગેશ્ર્વરનગર શેરી નંબર-3 માં રહેતાં ભારતીબેન ભરતભાઇ ધામેલિયા (ઉ.વ.50) નામના પ્રૌઢા ગત તા. 9 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે હતા ત્યારે તેની પુત્રવધુ રૂસિતાબેન દિલીપ ધામેલીયા સાથે ટીવી ચાલુ કરવાની બાબતે બોલાચાલી થતા પુત્રવધૂએ ઉશ્કેરાઇને સાસુ ભારતીબેનને જેમ ફાવે તેમ ગાળો કાઢી ત્રણ-ચાર ફડાકા ઝીંકી દીધા હતાં અને ‘હું તમારા બધા ઉપર કેસ કરીશ.’ તેમ કહી મારી સાથે બોલાચાલી કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. સાસુને ફડાકા ઝીંકયાની ઘટનાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ આ બનાવ અંગે પ્રૌઢાએ તેની પુત્રવધૂ વિરૂધ્ધ સિટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો ટી. કે. પાંભર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular