Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરચોથા દિવસની ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન વિચિત્ર કિસ્સો સામે આવ્યો બોલેરો કારને હેલ્મેટનો...

ચોથા દિવસની ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન વિચિત્ર કિસ્સો સામે આવ્યો બોલેરો કારને હેલ્મેટનો દંડ ફટકારાયો – VIDEO

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજયમાં હાઇકોર્ટની ફટકાર બાદ પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ ચેકીંગની કાર્યવાહી શરૂ કરાઇ છે. ત્યારે જામનગરમાં સતત ચોથા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી જે દરમ્યાન બોલેરો કારને હેલ્મેટનો દંડ ફટકારાયાના વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

રાજયમાં વાહન અકસ્માતોમાં થતા અસંખ્ય મોતના પગલે સમગ્ર રાજયમાં ટુ વ્હીલર વાહનો માટે હેલમેટ ફરજિયાત કરાયા છે. ત્યારે જામનગર પોલીસ દ્વારા આજે સતત ચોથા દિવસે હેલમેટ ચેકિમંગ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.

- Advertisement -

આજે સવારે પીડબલ્યુડી કચેરી ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જયાં 12 જેટલા કર્મચારીઓને હેલમેટ વિના આવતા તમામને રૂા. પ00નો દંડ ફટકરવામાં આવ્યો હતો. જે દરમ્યાન દંડની વસુલાત કરવામાં આવતી રસીદમાં બોલેરો કાર પાસેથી હેલમેટ વગરનો દંડ વસુલાયાનો કિસ્સો નજરે પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular