Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગર એસટી ડેપોમાં કાળઝાળ ગરમીમાં પંખા વગર કેવી છે મુસાફરોની હાલત...??

જામનગર એસટી ડેપોમાં કાળઝાળ ગરમીમાં પંખા વગર કેવી છે મુસાફરોની હાલત…??

- Advertisement -

જામનગરના એસટી ડેપોનો વિકાસ ક્યારે થશે ? દરેક જામનગર શહેર અને જીલ્લાના લોકોના મનમાં એકમાત્ર પ્રશ્ન ઉદ્ભવે છે. હાલમાં રાજ્યના અનેક શહેરોના વર્ષો જુના અને બદતર હાલતમાં રહેલા એસટી ડેપોનું નવનિર્માણ થઇ રહ્યું છે જેમાં રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ બસસ્ટેન્ડ ના નવનિર્માણ કરી બસ પોર્ટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે જામનગર શહેરનું વર્ષો જુનું બસસ્ટેન્ડ હજી પણ એ જ પરિસ્થિતિમાં છે. તો સરકાર જામનગર શહેરના એસટી ડેપોને ક્યારે નવું અને સુવિધા વાળું બસસ્ટેન્ડ બનાવે છે? ઉનાળાના આકરા તાપ વચ્ચે બસસ્ટેન્ડમાં મુસાફરો પંખા અને ઠંડા પાણી વગર બસની રાહ જોતા બેસી રહે છે અને ઘણી વખતતો બસ સમય કરતા મોડી હોય ત્યારે તડકામાં બેસેલા મુસાફરોની હાલત વધુ કફોડી બની જાય છે. તેમાં પણ ખાસ કરીને એસટી બસમાં મુસાફરી કરવા માટે આવતા વૃદ્ધો, બાળકો અને મહિલાઓની સ્થિતિ ઘણી વખત દયનીય બની જાય છે.

- Advertisement -

 

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular