Saturday, September 19, 2026
Homeરાજ્યગુજરાતમાઁ અંબાને ગાર્ડ ઓફ ઓનર

માઁ અંબાને ગાર્ડ ઓફ ઓનર

યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માઇભક્તો સાથે પરિક્રમામાં સહભાગી બન્યા હતા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આદ્યશક્તિ જગતજનની મા અંબાને બનાસકાંઠા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ હજારો માઇ ભક્તો અને બનાસકાંઠા પોલીસ પરિવાર સાથે મા જગદંબાની પૂજા કરી શક્તિના પ્રતીક સમું ત્રિશુળ માના ચરણોમાં અર્પણ કર્યું હતું. મંત્રી સાથે ત્રિશૂળયાત્રામાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પણ ઉત્સાહથી જોડાયા હતા. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી આગામી વર્ષોમાં પરિક્રમા યાત્રામાં વધુ સુવિધાઓ અને સવલતો ઉભી કરાશે તેમજ ખૂબ ઓછો આર્થિક ખર્ચ સાથે ભક્તો 51 શક્તિપીઠની યાત્રા કરી શકે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે એમ ઉમેર્યું હતું. મંત્રીએ યાત્રાધામને ગંદકી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અપીલ સાથે યાત્રાળુઓને સ્વંયમ સ્વચ્છતા અપનાવી અંબાજી ધામને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પરિક્રમા બાદ મંત્રીએ અંબાજી મંદિર અને જૈન તીર્થ કુંભારિયાજીના દર્શન કર્યા હતા. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રારંભથી બુધવાર 4:00 વાગ્યા સુધી 2,37,000 જેટલા શ્રધ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular