Thursday, September 12, 2024
Homeરાષ્ટ્રીયઅવધમાં ઉત્સવ, રામલલ્લાને સૂર્યતિલક

અવધમાં ઉત્સવ, રામલલ્લાને સૂર્યતિલક

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામનવમી : અયોધ્યા સહિત સમગ્ર દેશ રામભકિતમાં લીન : વહેલી સવારે બાલકરામને દુગ્ધાભિષેક કરવામાં આવ્યો : શ્રધ્ધાળુઓએ સરર્યુ નદીમાં લગાવી ડૂબકી : ભગવાનને અર્પણ કરવામાં આવશે 56 પ્રકારના ભોગ

- Advertisement -

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ રામનવમીની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યા સહિત સમગ્ર દેશ આજે રામભકિતમાં લીન બન્યો છે. વહેલી સવારે મંદિરના કપાટ ખુલતાની સાથે જ રામલલ્લાને દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાલકરામને મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિરના દ્વાર સવારે 3:30 વાગ્યે ખુલ્યા હતા, સામાન્ય દિવસોમાં તે 6.30 વાગ્યે ખુલે છે. ભક્તો રાત્રે 11.30 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે.

- Advertisement -

સવારે 5 વાગ્યે મંગળા આરતી થઈ હતી. 8 વાગ્યા સુધીમાં 6 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી ગયા છે. રામજન્મભૂમિ સંકુલમાં લાંબી લાઇનો લાગી છે. છાયડા માટે હનુમાનગઢીની બહારના માર્ગ પર મંડપ બાંધવામાં આવ્યો હતો. જે હાલ પડી ગયો છે. જેમાં બે મહિલા ભક્તો અને બે મહિલા પોલીસકર્મી ઘાયલ થયા હતા. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ઘણી ભીડ છે. શયન આરતી બાદ રાત્રે 11.30 કલાકે કપાટ બંધ કરવામાં આવશે.

રામલલ્લાના દર્શનને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યાં છે. રામ નવમી નિમિત્તે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

- Advertisement -

છાયડા માટે હનુમાનગઢીની બહારના માર્ગ પર મંડપ બાંધવામાં આવ્યો હતો. જે હાલ પડી ગયો છે. દુકાનદારોએ જણાવ્યું કે રેલિંગ તૂટી અને ઈંટો નીચે પડી. જેમાં બે મહિલા ભક્તો અને બે મહિલા પોલીસકર્મી ઘાયલ થયા હતા. જો કે પોલીસ હજુ પણ આ અંગે કશું કહેવાનું ટાળી રહી છે.

રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. સૂર્ય તિલક માટે મંદિર ટ્રસ્ટે લગભગ 100 LED લગાવ્યા છે જ્યારે સરકારે 50 LEDની વ્યવસ્થા કરી છે. આ દ્વારા રામ નવમીની ઉજવણી બતાવવામાં આવશે. રામલલ્લાની મૂર્તિના સૂર્ય અભિષેકના દર્શન ખૂબ જ અદભુત હશે. બરાબર 12 વાગે સૂર્યના કિરણો પાંચ મિનિટ માટે રામલલ્લાની મૂર્તિના કપાળ પર પડશે. કિરણો લેન્સ અને અરીસા સાથે અથડાશે અને રામલલ્લાના માથા સુધી પહોંચશે. વૈજ્ઞાનિકોની ટીમે આ અંગે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે.

- Advertisement -

રામનવમી પર 40 રામ ભક્તો જયપુરથી 700 કિલોમીટર ચાલીને અયોધ્યા પહોંચ્યા છે. રામ ભક્ત હરિઓમે કહ્યું- 21 માર્ચે માથા પર તેઓ 750 ગ્રામ ચાંદીની ચરણ પાદુકા, અખંડ જ્યોતિ અને ધ્વજ લઈને નીકળ્યા હતા. અમે બધા ભગવાનનું નામ લઈને અયોધ્યા પહોંચ્યા. ચરણ પાદુકાને શહેરનું ભ્રમણ કરાવ્યું. પછી સરયુમાં સ્નાન કર્યું. આ પછી અમે તેને રામલલ્લાને સમર્પિત કરીશું.

રામલલ્લાને આજે ગુલાબી વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. જેના પર સૂર્યનું ચિહ્ન બનેલું છે. તેમને સોનાનો મુગટ, હાર પહેરાવવામાં આવ્યા છે, જે હીરા, નીલમ, માણેક જેવા રત્નોથી જડેલા છે. રામલલ્લાની પૂજામાં ગુલાબ, કમળ, મેરીગોલ્ડ, ચંપા, ચમેલી જેવા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિર સહિત અહીંના 10 હજાર મંદિરોમાં રામલલ્લાના જન્મની ખુશી ગુંજી રહી છે. મંદિરો અને આશ્રમોમાં સંતો આરતી અને સ્તુતિ કરી રહ્યા છે.

અયોધ્યા જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો લીન છે. પ્રખ્યાત ગાયકો એમબી દાસ અને રામાનંદન દાસ સાથે નિરંકાર પાઠક શુભેચ્છા ગીતો ગાવામાં મગ્ન જોવા મળ્યા હતા.સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર રામનગરીને 7 ઝોન અને 39 સેક્ટરમાં વહેંચવામાં આવી છે. રામનગરીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. ડ્રોન કેમેરા દ્વારા સરયુ ઘાટ સહિતની ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવામાં આવી રહી છે.રામનવમી પર અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે 3 કિલોમીટર લાંબી કાર્પેટ પાથરવામાં આવી છે. જેથી ભક્તોને ચાલવામાં સમસ્યા ન થાય. કાળઝાળ ગરમીને કારણે 100થી વધુ સ્થળોએ શુદ્ધ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક સંગઠનો દ્વારા 9 સ્થળોએ ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે.રામ નવમીની વિશેષ પૂજા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશેષ પ્રસાદ રામલલ્લાને અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવશે. રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે ટ્રસ્ટે રામ નવમી માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. રામલલ્લાનો સૂર્ય અભિષેક બપોરે 12.16 કલાકે થશે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા સોમવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું- રામનવમી પર બપોરે 12:16 વાગ્યે લગભગ 5 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના કપાળ પર પડશે. ટેકનિકલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ સાથે મળીને કામ કરી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular