જામનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 11,700ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતા.

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના કુંભારવાડા વિસ્તામાં પઠાણ ફળીના ખૂણા પાસે ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા અને વિજયભાઇ કાનાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એ. ચાવડા, પીએસઆઇ ડી. જી. રામાનુજ, એઅસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, વિજયભાઇ કાનાણી, પો.કો. ઋષિરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ગાગિયા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ઇમરાન ઉર્ફે લીંબો કાસમ માડકિયા, મહેબૂબ ઉર્ફે પચાસિયો, મેસનઅબા રૂમી, ઇબ્રાહિમ હારૂન બશર અને ઇબ્રાહિમ સિદિક સોઢા નામના ચાર શખ્સોને ઘોડીપાસાના બે નંગ અને રૂા. 11,700ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.