fold ar game : તમારામાંથી મોટાભાગના લોકો બિટકોઈન વિશે જાણતા હશે, આજકાલ ઘણા લોકો તેમાં રોકાણ કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બિટકોઈનમાં રોકાણ કરવું સામાન્ય રીતે થોડું મોંઘું હોય છે પરંતુ તે ઓછા સમયમાં સારું વળતર આપે છે. ત્યારે હવે ફોલ્ડ એઆર એ પોકેમોન ગો ડેવલપર નિઆન્ટિક અને નાણાકીય કંપની ફોલ્ડ દ્વારા વિકસિત એક નવી ગેમ છે. તમે આ ગેમની મદદથી બિટકોઈન જીતી અને કમાઈ શકો છો.
બિટકોઈન રિવોર્ડ એપ્લિકેશન ફોલ્ડે “fold ar” નામની નવી ગેમની જાહેરાત કરી છે, જે ફોલ્ડ મોબાઈલ એપ્લિકેશનનો લાભ લેતા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. ગેમને વિકસાવવા અને મેટાવર્સને આગળ વધારવા માટે, ફોલ્ડે લોકપ્રિય અમેરિકન સોફ્ટવેર કંપની Niantic સાથે ભાગીદારી કરી. fold ar દ્વારા યુઝર્સને બીટકોઈન કમાવવાની તક પણ મળશે.પ્રારંભિક ફોલ્ડ એઆર રોલઆઉટ મંગળવારે શરૂ થયું અને ટીમ અમુક યુઝર્સને મર્યાદિત સમય માટે રમતનું પરીક્ષણ કરવાની મંજૂરી આપશે.
આ રમત પોકેમોન ગો પર આધારિત છે પરંતુ ક્રિપ્ટોકરન્સી પર થીમ્ડ છે. આ રમતમાં તમને ક્યૂટ મોન્સ્ટર્સને પકડવાની જગ્યાએ બાઈનરી કોડવાળા ક્યુબ્સ શોધવાના હોય છે. અને તેને ત્યાં સુધી ટેપ કરી રાખવા પડે છે જ્યાં સુધી તેમાંથી પ્રાઈઝ રીવીલ ન થાય.
આ ગેમમાં પ્લેયર બીટકોઇન જીતી શકે છે. જે Satoshis તરીકે હશે. આ એક ખુબ જ નાની રકમ છે જેની કિંમત એક પૈસોનો 1/20મો ભાગ થાય છે. ફોલ્ડ માટે પાવર-અપનો પણ સમાવેશ થાય છે, જે પહેલેથી જ એક એપ્લિકેશન દ્વારા કાર્ડ ખરીદીને સરળ બનાવે છે જેના દ્વારા તમે વ્હીલ સ્પિન કરી બીટકોઇન જીતી શકો છો.
For Android Users
https://play.google.com/store/apps/details?id=com.fold
For I-phone Users
https://foldapp.com/features/bitcoin-augmented-reality
ફોલ્ડના સીઇઓ વિલ રીવસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમારા બિટકોઇનનો પ્રથમ ભાગ મેળવવાની આ સૌથી સહેલી, સૌથી મનોરંજક રીત છે. કોઈપણ વ્યક્તિ તેમની આસપાસની દુનિયાનું અન્વેષણ કરીને બિટકોઇન અને અન્ય ગીફ્ટ માટે અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.