જામનગર શહેરમાં દરબારગઢ નજીક આવેલ વેલકમ સેલ નામની દુકાનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આગને પરિણામે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.
આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને પરિણામે દુકાનમાં રહેલ કાપડનો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.